જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨૪ સપ્ટેમ્બર -૨૦૨૪ જાયન્ટ્સ સપ્તાહ ઉજવણીનો શુભારંભ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
જાયન્ટસ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી નિમિત્તે તા.૧૭/ ૯/૨૪થી તા.૨૩/૯/૨૪ અંતર્ગત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો.
તા.૧૭/૯/૨૪ ને મંગળવારના રોજ લેઉવા પટેલ સમાજની વાડી હિફલી – બોટાદ ખાતે કરવામાં આવેલ. જેમાં શ્રીમતી સોનાલીબેન શાહ બ્લડબેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ માં ૭૪ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવેલ. જયારે મેડીકલ, આયુર્વેદિક અને હોમિયોપેથીક ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ૫૫૦ દર્દી તપાસી તમામ દર્દીઓનેને વિનામૂલ્યે દવા વિતરણ કરેલ તેમજ ૨૮ સગર્ભા બહેનો ને,૩૦ કુપોષિત બાળકો અને ૩૫ ટી.બી.ના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાણિયા , મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી , વાઇસ ચેરમેન મેપા ભાઈ મારુ, માજી ધારાસભ્ય ડો.ટી.ડી.માણિયા , જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, જાયન્ટ્સ ફેડરેશન પ્રમુખ કેતન ભાઈ રોજેસરા ,યુનિટ ડીરેક્ટર સી.એલ.ભીકડીયા, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ, સુરેશ ભાઈ ગોધાણી , રેખાબેન ડુંગરાણી ,જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી કમીટીના ચેરમેન – ઉપ પ્રમુખ દિલીપભાઈ ભલગામીયા , દીપકભાઈ માથુકિયા ,દર્શન પટેલ ,લાલજીભાઈ કળથીયા , જાયન્ટ્સ ગૃપના હોદ્દેદારશ્રીઓ- સભ્યો વગેરે હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ.
જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી ઉદઘાટન કાર્યક્રમ માં બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મધુસુદન ડેરી નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ.
આ વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા પોલીસ વડા બરોળિયા , ગઢડા ના ધારાસભ્ય શમ્ભુનાથ ટૂંડિયા , જિલ્લા પંચાયત પ્રમુખ જેઠી બેન પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ મયુર ભાઈ પટેલ , યાર્ડ ના ચેરમેન મનહરભાઈ માતરિયા , ઘનશ્યામભાઈ વિરાણી વગેરે મુલાકાત લઈ કામગીરી ની સરાહના કરેલ.
રિપોર્ટર : ભાવેશ પરમાર (બોટાદ)