Gujarat

ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ કોળી સેના દ્વારા આયોજીત દ્વિતિય સમૂહ લગ્નોત્સવમાં 18 નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડયાં..

ઉનામાં દેલવાડા રોડ પર આવેલ શાહ. એચ. ડી. સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ, કોળી સેના દ્વારા દ્વિતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી.
આજે ઉના શહેરમાં ઉના ગીરગઢડા સમસ્ત કોળી સમાજ કોળી સેના અને કોળી સેનાના મહીલા અગ્રણી દીપાબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચલીથી મોગલ ધામથી આઇમાં પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા કોળી સેના ગુજરાત પ્રમુખ દિવ્યેશભાઇ, હિરેનભાઇ સોલંકી, રાજુલા તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ઉના તાલુકાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇ વંશ, પુર્વ તાલુકા પ્રમુખ રામભાઇ વાળા, યશવંતભાઇ બાંભણીયા, તેમજ કોળી સમાજના આગેવાનો, વડીલો રાજકીય, બિન રાજકીય આગેવાનો સહીતના ગામે ગામથી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં સમાજના વ્યસન મુક્તિ અને ખોટા ખર્ચથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું.
સમુહ લગ્નોત્સવનું અયોજન કોળી સેનાનાં અગ્રણી દીપાબેન બાંભણીયાના નેજા હેઠળ તથા ઉના ગીરગઢડા કોળી સેનાના યુવાનો દ્વારા ભારે જહેમતથી સમૂહ લગ્ન ભવ્ય રીતે અયોજનથી સુશોભીત બન્યું અને ભોજનનું પણ આયોજન કરેલ હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 18 દિકરીઓને કરિયાવર આપવામા આવ્યુ હતું. આ પ્રસંગે ભગતસિંહ એકતા ગ્રુપ દ્વારા પાણી સોડાનું વિતરણ કરી સેવા પુરી પાડી હતી.

IMG-20240218-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *