સાવરકુંડલા તાલુકાનાં હિપાવડલી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ લટુરીયા હનુમાનજી આશ્રમ ખાતે પરમ પૂજ્ય મહામંડેલેશ્વર જસુબાપુના સાનિધ્યમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ૧૯૯ મો વિનામૂલ્ય નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેમાં આંખના વિવિધ રોગોથી પીડાતા દર્દીઓની તપાસ કરી દવા વિનામૂલ્યે તેમજ મોતિયાના ઓપરેશનો જરૂરિયાતવાળા દર્દીને સ્પેશ્યલ વાહન દ્વારા હોસ્પિટલ લઈ જઈ ઓપરેશન પણ વિનામૂલ્ય કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આવતા દર્દી માટે આશ્રમમાં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૧૫૦ દર્દીઓની તપાસ, નિદાન કરી સારવાર આપવામાં આવી હતી તેમજ ૪૦ દર્દીઓને મોતિયા ઓપરેશનો કરી આપવામાં આવ્યા હતા તેમ આશ્રમ સેવક મહેન્દ્રભાઈ ખુમાણ મોટાભમોદ્વાની યાદીમાં જણાવ્યું હતું.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/02/IMG-20240213-WA0029.jpg)