Gujarat

રાજુલા શહેરમાં ધોધમાર પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો દરિયા કાંઠે હાઈટાઈટની સ્થિતિ પવન સાથે મોજા ઉછળીયા

રાજયમાં હવામાન વિભાગની આગાહીને લઈ વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી જીલો પણ સતત રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ઉપર હોવાને કારણે અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 3 કલાક કરતા વધુ સમય સુધી વરસાદ ખાબકયા 44 મિમી પોણા 2 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

મુખ્ય બજાર છતડીયા રોડ ભેરાઈ રોડ વિવિધ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સતત વરસાદના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજુલાના ડુંગર, માંડળ, કુંભારીયા, હિંડોરણા, છતડીયા,ખાખબાઈ,સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી ઉપરાંત ખાંભાના કંટાળા,ખડાધાર સહિત ગામડામા વરસાદી ઝાપટા પડ્યા હતા.

જાફરાબાદ લાઈટ હાઉસ દરિયા કાંઠે ધારાબંદર,શિયાળ બેટ,વિકટર સહિત દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં દરિયામા કરંટ જોવા મળ્યો હતો અને દરિયામાં હાઈટાઈટની સ્થિતિ સર્જાઈ ઉપરાંત દરિયા કાંઠે પવનની સ્પીડ પણ વધી રહી છે હવામાન વિભાગની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવાય છે.