Gujarat

શહેરમાં શાકભાજીના ભાવમાં 10 દિ’માં 20 ટકાનો વધારો

જામનગરમાં છેલ્લા 10 દિવસમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છે.શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે, ગૃહીણીઓ જે શાક પહેલા દોઢ થી બે કિલો લેતી હતી તે હવે અઢીસો થી પાંચસો ગ્રામ લઇ રહી છે.

તેમ જામનગરના શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું.ઉનાળો વિધિવત રીતે વિદાય લે અને ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ શાકભાજી ની આવકમાં અંદાજે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જામનગરમાં મહારાષ્ટ્ર અમદાવાદ સ્થાનિક સહિતના વિવિધ સ્થળોએથી શાકભાજીની આવક થતી હોય છે પરંતુ બહારગામ થી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેને પગલે સ્થાનિક લેવલે થી આવતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.આથી ડુંગળી, ગુવાર ,ટમેટા, ભીંડો, મરચા, ગલકા, વટાણા, સહિતના ભાવમાં વધારો નોંધાયો છે જ્યારે ધાણાભાજી બજારમાં 120 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ વહેંચાઈ રહી છે.

આ સાથે જ ગુવાર પણ 120 થી 130 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે જેને પગલે મધ્યમ વર્ગે ફરીથી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

ડુંગળીની આવક પણ ઓછી, ભાવ વધારાની શક્યતા જામનગરમાં ડુંગળી સ્થાનિક તેમજ મહારાષ્ટ્રના નાસિક માંથી આવતી હોય છે. ત્યાંથી આવક શહેરમાં ઓછી થઈ રહી છે આ ઉપરાંત મોટી સંખ્યામાં ડુંગળીનો જથ્થો બગડતા ભાવમાં ઉછાળો આવ્યો છે.

આગામી સમયમાં ડુંગળીના ભાવમાં હજી પણ વધારો વધારો થાય તેવી શક્યતા છે. ડુંગળીના ભાવ પણ વધે તેવી વેપારી આલમ માં ચર્ચા પણ જોવા મળી રહી છે { ધારશીભાઈ ગઢવી , શાકભાજીના વેપારી.