Gujarat

ડીસા અને લાખણી તાલુકાની વિવિધ પ્રાથમિક માધ્યમિક શાળાઓના 239 વિદ્યાર્થીએ પરીક્ષા આપી

ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓનું જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૃંજ હરિદ્વાર દ્વારા ભારતના 24 રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે, જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ વિવિધ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજમાં પરીક્ષાઓનું આયોજન થયું હતું. જેમાંથી એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પરીક્ષા આપવાનું આયોજન ડીસા ગાયત્રી શક્તિપીઠ પર કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ 5થી 12ના 239 વિદ્યાર્થીઓએ તાલુકાકક્ષાની પરીક્ષા આપી હતી. જેમાંથી સારા માર્ક્સ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એકથી બે નંબર આપી જિલ્લાકક્ષાની પરીક્ષા માટે ઉત્તીર્ણ થશે. તાલુકાકક્ષાની પરીક્ષાનું ડીસા ગાયત્રી શક્તિપીઠ પર આયોજન કરવા માં આવ્યું હતું. ત્યારે શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગાયત્રી પરિવારે ખૂબ સારો સહકાર આપ્યો હતો.