Gujarat

માળીયાહાટીના  તાલુકાનુ ના ઝુજારપુર મુકામે સમસ્ત ચારિયા પરિવારનો 25મો સ્નેહમિલન અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ઝુજારપુર મુકામે જુનાગઢ/ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતાં સમગ્ર ચારિયા પરિવારનો 25મો સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.સમસ્ત ચારિયા પરિવાર દ્વારા દર વર્ષે કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનાં હવન,નૈવેધ એક સાથે સમગ્ર પરિવાર સાથે મળી ને કરવામાં આવે છે તથા બંને જિલ્લામા વસવાટ કરતા ચારિયા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટો,પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચારિયા પરિવારના આમંત્રણ ને માન આપી ને પધારેલ વેરાવળ-સોમનાથ ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા નું સમિતીના અધ્યક્ષ શ્રી મેરામણભાઈ ચારિયા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.તથા સમિતિના ઉપાધ્યક્ષ શ્રી અરજણભાઈ ચારિયા દ્વારા સ્વાગત પ્રવચન કરતાં સર્વે મહેમાનો અને પરિવારના તમામ સભ્યોને આવકાર્ય હતા,તથા દેવસીભાઈ જોરા નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું વિશેષ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા પોતાના પ્રવચન માં જણાવ્યુ હતું કે માતાજીનાં હવન,નૈવેધ પ્રસંગની સાથે વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવી રહ્યું છે એ ખૂબ આનંદ ની વાત છે કેમકે કોઈ પણ સમાજ કે પરિવાર શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રની પ્રગતિ સાધી શકે છે
 
જેથી શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી,નોકરોમાં લાગેલા સમાજરત્નો,નિવૃત થયેલા વ્યક્તિઓનું સન્માન કરવા બદલ ચારિયા પરિવાર ના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.સાથે ભારતીય આર્મીમાં જોડાયેલા પરિવારના સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આમ 65 જેટલા પરિવારના પુષ્પોનું સન્માન કરવામાં આવ્યું હતું.તથા સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામા આવ્યો જેમાં સિંગર વિજયાબેન ભાદરકા,કોમલબેન કરગઠીયા અને કીબોર્ડ પ્લેયર લાલુભાઈ ચારિયા અને એમની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે બદલ સમિતિ વતી એમનો આભાર માનવમાં આવ્યો હતો, તથા સમગ્ર પરિવારને પ્રસાદી માટેનો તમામ ખર્ચ ભરતભાઈ ચારિયા ગોરખમઢી વાળા એ આપ્યો હતો.કાર્યક્રમમાં અંતમાં પરિવારની દીકરી દ્વારા દિકરી વિષય પર ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને સર્વે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અંતમાં કાર્યક્રમની આભારવીધી મંત્રીશ્રી રામભાઇ ચારિયા દ્વારા કરવામાં આવી હતી અને આ ઉમદા કાર્ય બદલ સમિતિના સર્વે સભ્યોનો અને પરિવારના સર્વે વડીલો નો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ગોવિંદભાઇ ચારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમિતિના સર્વે સભ્યોની ઉમદા કામગીરી બદલ સર્વે સભ્યોનો આભાર અધ્યક્ષ દ્વારા માનવામાં આવ્યો હતો.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા.