બાબરા નાગરિક સહકારી બેંકની 29 મીએ ચુંટણી
નાગરિક સહકારી બેંક ની ચુંટણી જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો , 83 ફોર્મ ઉપડીયા
જુના 13 ડીરેકટરો માંથી 10 ડીરેકટરો ની સમયમર્યાદા પૂર્ણ થતા ચુંટણી નહીં લડી શકે
દિપક કનૈયા બાબરા
બાબરા નાગરિક સહકારી બેંક ની આગામી તા 29,9,2024,ને રવિવારના રોજ રોજ 13 ડીરેકટરો માટે ની ચુંટણી યોજાનાર છે બાબરા નાગરિક સહકારી બેંક ના હોદ્દેદારો ની મુદદ પૂર્ણ થતા ચુંટણી ગણત્રી ના દિવસો મા યોજાવાની છે ત્યારે બેંક ના 13 જુના ડીરેકટરો માંથી 10 ડીરેકટરો ની ચુંટણી લડવાની સમયમર્યાદા પૂર્ણ થય છે ત્યારે ચુંટણી મા ગરમાવો આવ્યો છે આજે તા 4 ના રોજ ફોર્મ ઉપાડવાની છે લી તારીખ હતી અને 13 ડીરેકટરો માટે ચૂંટણી મા 83 ફોર્મ ઉપડીયા છે જેમાં જનરલ 68 અનુચિત જાતિ 7 ફોર્મ , ખેડૂત વિભાગ ના 8, ફોર્મ ઉપડીયા છે ચુંટણી ના કાર્યકમ મુજબ તા,9, અને 10 છે ઉમેદવાર પત્ર ચકાસણી તા17, ના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તા 19, ના રોજ છે નિશાન ફાળવણી ના તા 19,ને સાંજ 4 વાગે છે પછી ચુંટણી તા,29,9,2024 ને રવિવારના રોજ સવારે 8, સાંજે 6 કલાક સુધી મતદાન થશે બાદ એજ દિવસે તુરંત મતગણતરી હાથ ધરાશે રાત્રે પરીણામ જાહેર કરવામાં આવશે જાણવા મલતી વિગત મુજબ છેલ્લા ધણા સમયથી બેંક ને સધર કરનાર 10 ડીરેકટરો ની ચુંટણી લડવાની મર્યાદા પુરી થય છે ત્યારે ચુંટણી લડવા માટે રાફડો ફાટયો છે નાગરિક બેંક ની ચુંટણી લડવા માટે ત્રણ પેનેલો ઉભી થઇ છે 27, થી 28 સો નાગરિક બેંકના સભ્ય છે જેમાં 83 ફોર્મ ઉપડીયા છે મતદારો પણ મુંઝાયા છે હાલ બાબરા શહેર મા નાગરિક બેંક ની ચુંટણી ને રાજકીય માહોલ ગરમાયો છે ભાજપ કોંગ્રેસ ના આગેવાનો પણ આ ડીરેકર ની ચુંટણી લડવા તૈયાર થયા છે બાબરા શહેર મા ઓટલા બેઠક ચાલુ થય છે સામા મળે રામ રામ નો કરે એવા લોકો આજે નિકળી પડ્યા છે મત સેડીગ કરવા બાબરા ના લોકો એ નગરપાલિકા મા જે ભુલ કરી છે એ ભુલ નહીં કરે એવુ લોકો મા ચર્ચા રહ્યું છે સમયમર્યાદા પૂર્ણ થયેલા ડીરેકટરોએ પોતપોતાના લોકો ને ચુંટણી લડવા તૈયાર કરીયા છે