ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામે આર.સી.સી રોડ પાસે વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૨,૭૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ટાટા સુમો ગાડીની કિં.રૂ.૧,૨૦,૦૦૦/- તથા નિરઝા કંપનીનો ટચ સ્ક્રીન મોબાઈલ કિં.રૂ.૫,૦૦૦/-મળી કુલ કીંમત રૂપિયા.૧,૫૭,૭૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એન.એમ.વાઘેલા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે ઓઝડી ગામે આર.સી.સે રોડ ઉપર આવેલ વાળાંક પાસે સફેદ કલરની ટાટા કંપનીની સુમો ગાડી રજી નં.જોતા GJ-06-AH-0681 નો ચાલક પોતાના કબજા ભોગવટાની ટાટા કંપનીની સુમો ગાડીમાં પાછળની સીટૉ કાઢી ગાડીની બોડીમાં ચોરખાનુ બનાવી તેની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોવા સ્પીરીટ એન્ડ સ્મુથનેશ વ્હીસ્કીના પ્લાસ્ટીકના હોલ કુલ નંગ-૬૦ ની કુલ કિ.રૂ.૩૨,૭૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીની સુમો ગાડી રજી નં.જોતા GJ-06-AH-0681 જેની કિમંત રૂપીયા -૧,૨૦,૦૦૦/- ની તથા વાદળી કલરનો નિરઝા કંપનીનો ટચ સ્ક્રીન મોબાઇલ જેની કિ.રૂ.૫,૦૦૦/- ગણી લઈ કુલ કિ.રૂ.૧,૫૭,૭૦૦/- નો મુદ્દામાલ ની હેરાફેરી કરી પ્રોહી નાકાબંધી દરમ્યાન અંધારાનો લાભ લઈ નાસી જઇ ગુનો કરેલ હોય જેથી આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.

