પાલનપુરમાં ડોર ટુ ડોરની કામગીરી કરતી ગાડીમાં બુધવારે જુદી જુદી 2 લેબ અને 2 હોસ્પિટલના સ્ટાફે મેડિકલ વેસ્ટ નાખી દીધું હતું. જે બાદ પાલિકાની સેનીટેશન શાખાએ કર્મીઓની શાન ઠેકાણે લાવવા પ્રત્યેક એકમ ને પાંચ પાંચ હજાર મળી 20 હજારનો દંડ ફટકાર્યો છે.
પાલનપુર શહેરના ડોકટર હાઉસ વિસ્તારમાં આવેલી આદર્શ લેબ, માસૂમ ચિલ્ડ્રન હોસ્પિટલ, આદર્શ પેથોલોજી લેબ. અને બાલા ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા જતી ગાડીમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવામાં આવી રહ્યો હતો.
પાલિકાની આ બાબતની જાણ થતા તુરંત ડોક્ટર હાઉસ વિસ્તારમાં પહોંચી હતી અને બાયોમેડિકલ વેસ્ટ નો કચરાની ગાડીમાં નિકાલ કરનાર ચારેય હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગતો આપતા સેનીટેશન અનુસંધાન પાના નં-3 ડોક્ટર હાઉસ વિસ્તારમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.