લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે ટેંક અભ્યાસ ચાલી રહ્યો હતો. તે સમય દરમિયાન મોટી દુર્ઘટના બની છે. નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જવાના કારણે આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૫ જવાન શહીદ થયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ટ્વીટ કર્યું, ‘લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન થયેલા અકસ્માતના સમાચારથી હું દુઃખી છું. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બહાદુર જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આખો દેશ બહાદુર જવાનોના પરિવારની સાથે છે.