જામનગર શહેરમાં ભૂગર્ભ ગટર યોજના પ્રથમથી જ ભ્રષ્ટાચારનો પર્યાય બનીને રહ્યો છે. કરોડો રૂપિયા ચાઉં થઈ ગયા છતાં આ યોજના હજુ પુરી થતી નથી. બીજી બાજુ ભૂગર્ભ ગટર સાફ કરવાના નામે બીજો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે.
જેમાં ફક્ત 5 વર્ષ પહેલાં આખા જામનગરની ભૂગર્ભ સફાઈ માટે ટેન્ડર રૂા.20 લાખમાં જતું હતું તે ધીમે ધીમે ભ્રષ્ટાચારીઓના આંખમાં આવી જતાં આ ટેન્ડર હવે 4 કરોડ ઉપર પહોંચ્યું છે! જે હવે મંજૂર થવા જઈ રહ્યું છે. જામનગર શહેરના ભૂગર્ભ ગટર યોજનામાં કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે. છતા આ યોજના હવે ક્યારે પૂર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે.
દરમિયાન હવે ભૂગર્ભ ગટર સાફ કરવા માટે ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો છે. 2017 પહેલા બે ઝોનમાં વેચાયેલ જામનગર શહેરમાં ફક્ત 20 લાખ રૂપિયામાં ભૂગર્ભ ગટરની સફાઈ થતી હતી જે 2024 આવતા આવતા 4 ઝોન અને 4 કરોડ ઉપર ભાવ પહોંચી ગયા છે.
આમાં નર્યો ભ્રષ્ટાચાર સિવાય કંઈ છે નહીં! નવી નાખેલી ભૂગર્ભમાં કોઈ પ્રશ્ન હોતા નથી પરંતુ અધિકારીઓ દ્વારા પોતાને તેમજ કોન્ટ્રાક્ટરોને કમાવી દેવા આખો ખેલ પાડી દેવામાં આવ્યો છે.

