ભાવનગર શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલા બામીયાપીર વાળા ખાચામાં જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા 6 શખ્સોને ગંગાજળીયા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના સાંઢીયાવાડ બામીયાપીર વાળા ખાંચામાં આવેલ રસીદભાઈ ખોખરના મકાનની સામે જાહેર જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમે છે.
જે જગ્યાએ પોલીસએ જુગારની બાજીમાં મગ્ન બનેલા 6 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં ઉમર હનીફભાઈ ખોખર ઉ.મ.38, જાવેદ મજીદભાઈ ચૌહાણ ઉ.મ.34, આદિલ નજીર ભાઈ ચોપદાર ઉ.મ.29, રાહીલ ઉર્ફે ભૂરો રફિકભાઈ ચૌહાણ ઉ.મ.26, સોહિલખાન અનવરખાન પઠાણ ઉ.મ.27 તથા અમનખાન યાસીનખાન પઠાણ ઉ.મ.22 રહે.ભાવનગર વાળા પાસેથી જુગારના પટમાં પડેલા રોકડ રૂપિયા 16,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

