Gujarat

નખત્રાણા-ગંગોણ રેલવે ટ્રેક પર એન્જિનની હડફેટે 6 થી 7 ગાયના મોત

ભુજથી નલિયા રેલવે ટ્રેકનું પરીક્ષણ ચાલુ છે, હજુ તો રેલ સેવા શરૂ પણ નથી થઇ તે પહેલાં નખત્રાણાથી ગંગોણ રેલવે ટ્રેક પર દોડતા એન્જિનની હડફેટે 6થી 7 ગાયનો ભોગ લેતાં ગૌપ્રેમીઓમાં કચવાટ સાથે રોષની લાગણી ફેલાઇ હતી.

ગંગોણ, વિભાપર, મોસુણા વગેરે માલધારી વસતીના ગામો હોતાં પશુધનની મોટી સંખ્યા છે. આ ગામોને સાંકળતા રેલવે ટ્રેકની આસપાસ અબોલ જીવોની સલામતી માટે ફેન્સિંગ સહિતની સુરક્ષાલક્ષી વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરાઇ નથી પરિણામે ભવિષ્યમાં પણ પાટા પર કોઇ પશુ પસાર થતું હશે અને ટ્રેન આવશે તો મોતને ભેટશે તેમ માલધારીઓ જણાવી રહ્યા છે.

ગંગોણ પાસે બનેલા બનાવમાં માત્ર એન્જિન જ હતું અને તેના ચાલકે એન્જિન ન થોભાવતાં ગાયોના મોત નિપજ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ગુરૂવારે રેલવે પાટા ક્રોસ કરતી 6 થી7 ગાયો એન્જિનની હડફેટે આવી જતા કપાઇ ગઈ હતી.