Gujarat

આજથી 60 સિટી બસ કાર્યરત થશે, છાત્રોને દોઢ લાખ જેટલું રિફંડ અપાશે

શહેરમાં પૂરને પગલે લોકલ ટ્રાન્સપોર્ટેશનને માઠી અસર પડી છે. સિટી બસ સેવા પૂરી પાડતા વિનાયક લોજિસ્ટિકની 110 બસ પાણી ભરાતાં પગલે ખોટકાઈ હતી. બીજી તરફ વિદ્યાર્થીઓને અંદાજે દોઢ લાખ જેટલું રિફંડ ચૂકવાશે.

જ્યારે 60 બસ રિપેર થતાં આજથી પુન: દોડતી થશે. સિટી બસ સંચાલક વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યા મુજબ, 60% જેટલા વિદ્યાર્થી બસમાં મુસાફરી કરે છે, જેમના મંથલી પાસની રકમ એડવાન્સમાં લેવાય છે, જે પૈસા બસ ન ચાલતાં રિફંડ આપવા પડશે.

રોજના અંદાજે 40 હજાર રિફંડ ચૂકવવું પડશે. જ્યારે 1 બસમાં 90 હજારનો રિપેરિંગ ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે 4 દિવસના પૂરમાં 1 કરોડનો ખર્ચ બસ રિપેરિંગ માટે કરવો પડશે. બીજી તરફ 60 જેટલી બસ રિપેર થતાં ગુરુવારથી 60 બસ કાર્યરત થશે, જેથી બસની ફ્રિકવન્સી વધશે. જેથી સામાન્ય નાગરિકોને રિક્ષાના વધારે પૈસા ચૂકવવા નહીં પડે.