Gujarat

ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગીની ૬,૩૩૩અરજીઓ મંજૂર કરાઇ ઃ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં બિનખેતી માટેની પરવાનગી સંદર્ભે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસુલ વિભાગના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૪૯૨૦ અરજીઓ મળી હતી. આ મળેલી અરજીઓ પૈકી ૩૧૨૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જ્યારે ૧૭૯૭ અરજીઓ દફતરે કરાઈ છે જ્યારે માત્ર એક અરજી ખેડૂત ખાતેદાર ન હોવાનું જણાતા ના મંજૂર કરાઈ હતી.

બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લાની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે કુલ ૩૧૧૬ અને ૨૨૯૨ અરજીઓ મળી હતી. જે પૈકી બનાસકાંઠામાં ૧૭૩૫ અરજીઓ મંજૂર અને ૨૬ ના મંજૂર જ્યારે ૧૩૫૫ અરજીઓ દફતરે કરાઈ હતી. સુરેન્દ્રનગરમાં ૧૪૭૬ અરજીઓ મંજૂર અને ૩ ના મંજૂર જ્યારે ૭૫૨ અરજીઓ દફતરે કરાઈ હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બિનખેતી જમીનના ક્ષેત્રફળમાં વિસંગતતા, ખેડૂત ખાતેદારની ખરાઈ ન થવી, જમીન ના ટાઇટલને લગતા પ્રશ્નો વગેરે જેવા કારણોસર અરજદારોની અરજીઓ ના મંજૂર કરવામાં આવી છે.

File-02-Page-Ex-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *