Gujarat

સુરત નજીક ડબલ ડેકર ટ્રેનના 7 ડબ્બા છૂટા પડયા, તૂટેલા ડબ્બાને અલગ કરી ટ્રેનને રવાના કરાઈ

સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક જ છૂટા પડી ગયા છે. ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કપલિનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.

આ ધટની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો અધ્ધ વચ્ચે અટવાયા હતા. હાલ કપલિન તૂટેલા ડબ્બાને અલગ કરી ટ્રેનને મુંબઈ તરફ મોકલવા રવાના કરાવામાં આવી છે.