રાપર તાલુકાના કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં વરસાદનું પાણી ભરાઈ જતા તેમાં આજે બપોરે બે વાગ્યાની આસપાસ છ થી સાત બાળકો નહાવા પડ્યા હતા પરંતુ અચાનક 7 જણા ડૂબવા લાગ્યા હતા
એ સમયે કાનમેર રહેતા તારૂ કાનાભાઇએ જીવના જોખમે 5 જીંદગી તો બચાવી લીધી હતી પરંતુ 20 વર્ષીય યુવતી અને 16 વર્ષીય કિશોરનું મોત નિપજતાં ગામમાં શોક ફેલાયો હતો. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,કાનમેરથી ઉગામણી બાજુ પથ્થરની ખાણમાં થયેલા ખનન બાદ પડેલા ખાડામાં હાલમાં જ વરસેલા વરસાદના પાણી ભરાતાં તે ખાડો તળાવમાં ફેરવાયો હતો.
આ પાણી ભરેલા ખાડામાં આજે બપોરે બાળકો અને કપડા ધોવા આવેલી મહીલાઓ નહાવા પડ્યા હતા. બે વાગ્યાના અરસામાં અચાનક 7 લોકો ડૂબવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ગાગોદર પીઆઇ સેંગલ ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. તો આ ઘટના સમયે બુમો સાંભળી નજીકમાં જ રહેતા અને પતરાનું કામ કરી રહેલા કાનમેરના તરવૈયા કાનાભાઇ પૂંજાભાઇ ચાવડાએ પોતાનો જીવ જોખમમાં મુકી ડૂબી રહેલા 15 વર્ષીય અરમાન સુલેમાન ધુના, 40 વર્ષીય હસીનાબેન સુલેમાન ધુના, 20 વર્ષીય ફરિદાબેન હબીબ ધુના, 40 વર્ષીય કારીબેન હબીબ ધુના અને 17 વર્ષીય ખતીજાબેન રસુલનેને હેમખેમ બહાર કાઢ્યા હતા.