બાબરાના વલારડીમાં સવારે લાલજીભાઈ રામાણીની વાડીએ સાત વર્ષિય બાળકી રમતા રમતા 100 ફૂટ ઉંડા કુવામાં ખાબકી હતી. જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. અમરેલી ફાયર ટીમ વલારડી દોડી ગઈ હતી.
અહીં ફાયર ટીમે ઘટના પહોંચી 100 ફૂટ કુવામાંથી બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું. પરંતુ સાત વર્ષિય ઘુમલી જામરનું મોત થયું હતું.વલારડીમાં બાળકી કુવામાં પડી હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશને બાબરા સિવીલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાઈ હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

