મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો, સાધનો, ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સની ખરીદી માટે કુલ 63 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે. આ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે.
નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરિયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની(જીયુડીસી) કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે.
મુખ્યમંત્રીએ આ હેતુસર નગરપાલિકાઓમાં 18 મિનિ ફાયર ટેન્ડર, 21 વોટર બાઉસર, 29 વોટર કમ ફોમ ટેન્ડર અને 2 ઈલેક્ટ્રિક રેસ્ક્યૂ બોટ મળી નગરપાલિકાઓ માટે 71 વાહનો ખરીદી માટે કુલ રૂ.63.02 કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

