Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં નગર અને તાલુકા પ્રમુખ બનવા 74 ફોર્મ ભરાયા

સંગઠનમાં ઊંચો હોદ્દો મેળવવા જિલ્લાના મુખ્ય શહેર અને 6 તાલુકાઓમાં 74 હરીફો મેદાને 
છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી ગતરોજ-તા 7 અને આજે તા 8/12/24 ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.   છોટાઉદેપુર શહેર અને 6 તાલુકાઓમાં  પ્રમુખ બનવા માટે હરીફાઈ જામી છે. તાલુકા પ્રમુખનો હોદ્દો મેળવવા જિલ્લામાં કુલ 74 ફોર્મ ભરાયા હતા. અને નવા નવા ચેહરા સામે આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે પાર્ટીમાંથી કોનું સિલેક્શન થાય છે.
છોટાઉદેપુર જિલ્લામાં શહેર પ્રમુખના ઉમેદવાર માટે 7 ફોર્મ જ્યારે છોટાઉદેપુર તાલુકા પ્રમુખ માટે 10, પાવીજેતપુર 9, કવાંટ તાલુકા માટે 10, નસવાડી તાલુકા માટે 12, બોડેલી તાલુકા માટે 17 અને સંખેડા તાલુકા માટે 9 ફોર્મ ભરાયા હતા. જેમાં સૌથી વધુ ફોર્મ બોડેલી તાલુકામાં ભરાયા હતા.  ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી ના નિયમો પ્રમાણે યુવાન અને ઉત્સાહી ઉમેદવારો ને મોકો આપવામા આવી રહ્યો છે.  જેમાં 40 વર્ષ તથા તેનાથી ઓછી ઉમર ધરાવતા  યુવાનોજ ઉમેદવારી નોંધાવી શકશે.  જેનાથી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  હવે જિલ્લામાં મોટી સંખ્યામાં 74 જેટલા ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ પ્રમુખ 7 જ પસંદ કરવાના છે.  હવે જોવાનું રહ્યું કે પ્રમુખ કોણ બનશે?
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર