અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કલોલ-કડી-કટોસણ રોડ વચ્ચે રેલવે લાઇનના ગેજ પરિવર્તનની કામગીરીને પગલે બ્લોક લેવાયો છે, જેના પગલે 28, 29 નવેમ્બરની 8 ડેમુ અને મેમુ ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે જ્યારે લાંબા અંતરની 4 મેલ એક્સપ્રેસ ટ્રેનોને આંશિક રીતે રદ કરવાની સાથે પાંચ ટ્રેન ડાઇવર્ટ રૂટ પર દોડાવવામાં આવશે.
આજની આ ટ્રેનો રદ કરવામાં આવી
- 28 નવેમ્બરની સાબરમતી-પાટણ- સાબરમતી ડેમુ, સાબરમતી-મહેસાણા-આબૂરોડ ડેમુ, ગાંધીનગર કેપિટલ-વરેઠા મેમુ, સાબરમતી- પાટણ – સાબરમતી મેમુ
સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રદ
- 28 નવેમ્બરની જોધપુર સાબરમતી એક્સપ્રેસ આબુરોડ અટકાવી દેવાશે. આ ટ્રેન આબુરોડ – સાબરમતી વચ્ચે રદ રહેશે.
- 28, 29ની સાબરમતી-જોધપુર આબુરોડથી ઊપડશે, જેથી તે સાબરમતી – આબુરોડ વચ્ચે રદ
- 28 નવેમ્બરની ગાંધીધામ કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસ ગાંધીનગરના બદલે સાબરમતીથી ઊપડશે અને ગાંધીનગર નહીં જાય.
આ પાંચ ટ્રેનને ડાઇવર્ટ રૂટ પર દોડાવાશે
- 28 નવેમ્બરે વડનગરથી ઉપડનાર વડનગર-વલસાડ એક્સપ્રેસ મહેસાણા-કલોલ-ખોડિયાર અમદાવાદ થઈ દોડશે અને ગાંધીનગર નહીં જાય.
- 28મીએ વલસાડથી ઉપડનારી વલસાડ-વડનગર એક્સપ્રેસ અમદાવાદથી ખોડિયાર કલોલ મહેસાણા થઈ દોડશે અને ગાંધીનગર નહીં જાય.
- 28મીએ અમદાવાદથી ઉપડનારી યોગ એક્સપ્રેસ સાબરમતી, ખોડિયાર, કલોલ મહેસાણા થઈને દોડશે અને ગાંધીનગર નહીં જાય.
- 28મીએ ગાંધીનગરથી ઉપડનારી ગાંધીનગર – જમ્મુ તાવી એક્સપ્રેસ સાબરમતી ખોડિયાર કલોલ મહેસાણા થઈને દોડશે અને ગાંધીનગર નહીં જાય.
- 28મીએ રોહિલ્લાથી ઊપડતી પોરબંદર એક્સ. મહેસાણા વિરમગામ થઈ દોડશે, જે ચાંદલોડિયા સ્ટેશને નહિ જાય.

