Gujarat

વન મહોત્સવ” ની ઉજવણી રૂપે ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, છોટાઉદેપુર દ્વારા ૮,૦૦૦ ઉપરાંત વૃક્ષો રોપાયા

છોટાઉદેપુર ડિસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ અને ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, છોટાઉદેપુરના ચેરમેન એમ.જે.પરાશર સરના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર તથા તેના તમામ તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં જુદી-જુદી પ્રજાતિના મળીને આઠ હજાર ઉપરાંત વૃક્ષો રોપીને વૃક્ષારોપણના મહત્વ અને ઉપયોગિતા બાબતે સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે.
એમ.જે.પરાશર સાહેબનું દૃઢપણે માનવુ છે કે પર્યાવરણના સંરક્ષણ અને સંતુલનને જાળવી રાખવા માટે વૃક્ષારોપણ સૌથી સરળ ઉપાય છે. અને તેની માટે “વન મહોત્સવ” ખુબ મોટો અવસર છે. ૧લી જુલાઈથી ૭મી જુલાઈ દરમિયાન “વન મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય, તે ઉજવણીના ભાગરૂપે વૃક્ષો વાવીને વનનું વિસ્તરણ થાય અને પર્યાવરણ ઉપર તેની સકારાત્મક અસર થાય તેવા આશય સાથે વૃક્ષારોપણનું અભિયાન જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર દ્વારા હાથ ધરવામાં આવેલુ હતુ.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ સાથે સંકળાયેલા પેરા લીગલ વોલ્યુન્ટીયર્સ તરીકે સક્રિય કોલેજના વિદ્યાર્થીઓ, નિવૃત સરકારી કર્મચારી, સમાજ સેવકો, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, જાગૃત નાગરિકો અને પરોક્ષ રીતે જોડાયેલા વ્યકિતઓના ઉત્સાહ અને પ્રયત્નોથી “વન મહોત્સવ” દરમિયાન આટલી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થઈ શકેલ છે.
સદર અભિયાનમાં રોપવામાં આવેલા વૃક્ષોનુ જતન યોગ્ય રીતે થાય તે માટે પેરા લીગલ વોલ્યુન્ટીયર્સ દ્વારા કટિબધ્ધતા દર્શાવવામાં આવેલી છે. ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓયોરીટી, છોટાઉદેપુરમાં પેરા લીગલ વોલ્યુન્ટીયર્સ તરીકે કાર્યરત ઈર્શાદ ખાલપા, વિજય રાઠવા, મોહંમદ કેફ, રેખાબેન કોલચા, ઈતિક્ષા સોની, સોનલ રાઠવા. નરૂભાઈ રાઠવા, હેતલ રાઠવા, અનુસયા રાઠવા, શર્મિલા રાઠવા, રાકેશ રાઠવા, રશ્મિકા રોહિત, મીનાબેન વણકર, યજ્ઞેશ પરમાર, રજીયા શેખ, સુરેખા રાઠવા વિગેરેએ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં પોતાની આગવી ભુમિકા ભજવેલ છે.એમ જણાવ્યું હતું.