Gujarat

હળવદના દેવળિયા નજીક નીલગાય આડી આવતા ખાનગી બસ પલટી : 9 લોકોને ઇજા થઈ

હળવદ ગાંધીનગર પાસે આવેલા પોર ગામના 56 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં બેસીને કચ્છમાં માતાના મઢ દર્શન કરીને કચ્છ, ભુજ અને અંજાર ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મંગળવારની રાત્રે દેવળિયા નજીક નીલગાય આડી આવતા બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં મહિલાઓ તેમજ વૃધ્ધો સહિતના કુલ 56માંથી 9 જેટલા લોકોને ઇજા થઇ હતી. જેમાં 65 વર્ષના દીવાબેન અમરાજભાઈ, 60 વર્ષના બાબુભાઇ મારુભાઈ, 60 વર્ષના શરદાદેવી ઠાકુર, 60 વર્ષના મંગુબેન શિવજીભાઈ, 57 વર્ષના રહીબેન ચતુરભાઈ, 55 વર્ષના ફૂલીબેન લાલજીભાઈ, 80 વર્ષના બાજાજી સોમજી ઠાકુર, 45 વર્ષના રાજેશભાઇ પટેલ અને 65 વર્ષના મંજીબેન પ્રતાપભાઈને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.