અમરેલી તાલુકાના બરવાળા બાવીશી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આંઠ ઇસમોને રોકડ રૂ.૯૧,૮૦૦/- તથા વાહન સહિત કુલ કિ.રૂ.૬,૯૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે અમરેલી તાલુકાના કમીગઢથી બરવાળા બાવીશી ગામે જવાના રસ્તે સીમ વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આંઠ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, વાહન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
(૧) આશીષભાઇ લલ્લુભાઈ જુલાચણા, ઉ.વ.૪૭, રહે.કમીગઢ, તા.જિ.અમરેલી. (૨) સુનીલભાઈ નટવરલાલ ખાચર, ઉ.વ.૪૪ રહે. પાટીદડ, તા.ગોંડલ, જિ.રાજકોટ.
(૩) કિશોરભાઈ બાવનજીભાઈ કાચડ, ઉ.વ.૪૭, રહે.પાટીદડ, તા.ગોંડલ, જિ.રાજકોટ.
(૪) તનસુખભાઈ હેમતભાઈ ખુટ, ઉ.વ.૪૩, રહે.પાટીદડ, તા.ગોંડલ, જિ.રાજકોટ.
(૫) નરોતમભાઈ પ્રવિણભાઈ બુટાણી, ઉ.વ.૩૩, રહે.પાટીદડ, તા.ગોંડલ, જિ.રાજકોટ.
(૬) પરેશભાઈ ધીરૂભાઈ ચાવડા, ઉ.વ.૩૨, રહે.બાભણીયા, તા.વડીયા, જિ.અમરેલી.
(૭) રજનીકાંતભાઈ નટવરલાલ ખાચર, ઉ.વ.૪૬, રહે.પાટીદડ, તા.ગોંડલ, જિ.રાજકોટ.
(૮) જીતેન્દ્રભાઈ ગોબરભાઈ માયાણી, ઉ.વ.૪૪, રહે.ધરાળા, તા.ગોંડલ, જિ.રાજકોટ.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૯૧,૮૦૦/- તથા એક મારૂતિ કંપનીની ઇકો કાર રજી. નંબર જી.જે.૦૩. એચ.આર. ૬૬૩૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક મારૂતિ કંપનીની અર્ટીકા કાર રજી. નંબર જી.જે.૧૩.એ.બી. ૧૨૪૧ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૯૧,૮૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને
માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. અજયભાઈ
સોલંકી તથા હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી, મહેશભાઈ મુંધવા તથા પો.કોન્સ.
ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.



