કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગષ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 15 ઓગષ્ટમી ઓગસ્ટની પુર્વ સંધ્યાએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ થી કૃષિ યુનિવર્સિટી સુધી યોજાઈ તિરંગા યાત્રા હતી.

જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ થી આરતી રંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા તંત્ર, મોટી સંખ્યામાં સાધુ સંતો, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ વિભાગોના કર્મચારીઓ તથા સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ, નિવૃત્ત આર્મીના જવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં શહેરના મૂક્યો રસ્તાઓ પરથી આજ તિરંગા યાત્રા પસાર થઈ હતી.

બેન્ડ સુરાવલી સાથે જુનાગઢ શહેર દેશ ભક્તિના રંગમાં રંગાયું હતું.રાજ્યના કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, કમિશનર ડો. ઓમ પ્રકાશ, ડીડીઓ નિતિન સાંગવાન, એસપી હર્ષદ મહેતા સહીતના અધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહીતના પદાધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રાના સમાપન બાદ કૃષિ યુનિવર્સિટી ઓડીટોરીયમ ખાતે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યોના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ પર સમગ્ર દેશ રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાઈ તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક દેશવાસી ને હર કર તિરંગા લગાવવા આહવાહન કર્યું છે.

ત્યારે આજે જૂનાગઢમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં જૂનાગઢના નગરજનો સાધુ સંતો,પોલીસ, જુનાગઢ તંત્ર, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમગ્ર શહેર આજે રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું છે.

15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વ પર દરેક દેશવાસી પોતાના ઘર પર તિરંગો લગાવે તેવી પણ અપીલ કરવામાં આવે છે.




