ગતરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ વોર્ડ ૫ મા રાધેશ્યામ સોસાયટી પાસે આવેલ અનુ જાતિના સ્મશાનમાં છેવાડાના વિસ્તારોમાં અંતિમ સંસ્કાર બાદ નહાવા માટે એક કીલોમીટર દૂર જવું પડતું હતું છેલ્લા ૪૦ વર્ષથી આ નહાવા માટેનો પ્રશ્ન હલ કરતા જાગૃત કાઉન્સિલ શ્રી કેશુભાઇ બગડા દ્વારા આ સ્નાન ઘાટ મંજૂર કરાવતા તેમનુ ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું
જેમાં કેશુભાઈ વાઘેલા પ્રમુખ જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચો,પ્રતીકભાઈ નાકરાણી ઉપપ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા, અશોકભાઇ ચૌહાણ કારોબારી ચેરમેન સાવરકુંડલા નગરપાલિકા, કરશનભાઈ આલ શાસક પક્ષ નેતા પતિ, મંગળજીભાઈ રાઠોડ નિવૃત્ત મામલતદાર,
લાલાભાઈ ગોહિલ બાંધકામ ચેરમેન શ્રી સાવરકુંડલા નગરપાલિકા, લલીતભાઈ મારું મહામંત્રી સાવરકુંડલા શહેર ભાજપ અનુ જાતિ મોરચો. હર્ષદભાઈ પરમાર ભાજપ અગ્રણી.ચંપુભાઈ ધાંધલ મંત્રી સાવરકુંડલા શહેર ભાજપ . રમેશભાઇ વેગડા ઉપ પ્રમુખ સાવરકુંડલા શહેર ભાજપ અનુ જાતિ મોરચો.
રાજાભાઈ વાળા મંત્રી શહેર ભાજપ અનુ જાતિ મોરચો. દેવર્ષિ બોરીચાગર યુવા ભાજપ, મિતેશ મકવાણા યુવા ભાજપ અગ્રણી,ધીરુભાઈ વાળા, દિનેશભાઇ રાઠોડ, મનસુખવાળા વગેરે હાજર હતા
બિપીન પાંધી

