નડિયાદ શહેર થી ઉત્તરસંડા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી એક વીજ પલો નમેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં આ વીજ પોલ ની પાસે જ શાળાનો ગેટ આવેલો છે. જેમાં રોજ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
ત્યારે શાળાએ આવતા વિદ્યાર્થીઓમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. જેમાં વીજ પોલ ને સરખો કરવા માટે વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
નડિયાદ થી ઉત્તરસંડા જવાના માર્ગ પર છેલ્લા ધણા સમય થી એક વીજ પોલ નમેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જેમાં આ માર્ગ પર થી રોજના હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે. ત્યારે આ વીજ પોલ પાસે એક શાળા આવેલી છે.
જેમાં શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. જેમાં માર્ગ પર વીજ પોલ 120° અંશના ખૂણે નમેલી હાલતમાં જોવા મળી રહ્યો છે.
જેમા આ વીજ પોલ પાસે થી પસાર થતા વાહનચાલકો અને વિદ્યાર્થીઓમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. જો,કે વીજ પોલ પાસે જ શાળાનો ગેટ આવેલો છે.
જેમાં વીજ પોલ ગમે તે સમયે પડે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ગ પર નમી પડેલા વીજ પોલને સરખો કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.