‘સંયુક્ત કિસાન મોરચા’ હરિયાણા દિલ્હી શંભુબોર્ડર, ખનૌરી બોર્ડર પર હાલમાં ચાલતા કિસાન આંદોલનમાં યુવા શહીદ કિસાન શુભકરણસિંહનું મૃત્યુ થયું હતું. તેના માનમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમને ‘બ્લેક ડે – આક્રોશ દિન’ તરીકે મનાવવાનો કોલ આપેલ તે અંતર્ગત તા. ૨૩-૨ -‘૨૪ ને શુક્રવારે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે આ ‘બ્લેક-ડે’ ‘શ્રદ્ધાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગામના સરપંચ જયદીપભાઇ ખુમાણ, ઓલ ઇન્ડિયા કિસાન ખેતમજદૂર સંગઠન ગુજરાતના કન્વીનર ડો. પ્રો. કનુભાઈ ખડદીયા સમેત મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રદ્ધા સુમન અર્પણ કરી ‘શહિદ કિસાન શુભકરણસિંહ જિંદાબાદ’ , ‘કિસાન એકતા જિંદાબાદ’, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા શુભકરણસિંહ તુમ્હારા નામ રહેગા’, ‘ઇન્કલાબ જીન્દાબાદ’ જેવા નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે એ.આઈ. કે. કે.એમ.એસ. ગુજરાતના કન્વીનર ડો. કનુભાઈ ખડદીયાએ સંયુક્ત કિસાન મોરચાની આગામી લડતના કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ – ગ્રામજનોને જોડાવા હાકલ કરી હતી. આદરણીય પ્રધાનમંત્રીએ ત્રણ વર્ષ પૂર્વે લેખિતમાં આપેલ એમએસપી આપવાની કાયદાકીય ખાતરી, નવા વીજ બીલ રદ કરવાની તેમજ કિસાનો સામેના કેસ પડતા મૂકવાની જે ગેરંટી આપેલ તે પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ હાકલ કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ હતો.એમ ડો. પ્રો. કનુભાઈ ખડદીયા,કન્વીનર, ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન – ગુજરાત ચેપ્ટર(એ.આઈ.કે.કે.એમ.એસ.)ની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/02/IMG-20240224-WA0010-1210x576.jpg)