કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી,પટેલ યુવક મંડળ અને સી. આર.પરીખ બ્લડ બેંક કપડવંજ ( ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી વસંત પંચમીના શુભદિને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી ( ૩૫) બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું. અમૂલ સંઘના ડો.યોગેશભાઈ પટેલ, ડેરીના સેક્રેટરી શ્રી ઘનશ્યામભાઈ પી પટેલ ,નાસીર ભાઈ સિંધી તેમજ સી. ડી.વિભાગના હેતલબેન જોશીએ મહત્વનો ફાળો આપી રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.તમામ રક્તદાતાઓને અમૂલ સંઘ તરફથી શુભેચ્છા ગિફ્ટ પણ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી, સીનીયર લેબ ટેકનિશિયન મેઘા શાહ,સ્ટાફ નર્સ કૈલાશબેન શર્મા , બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર,વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઊઠાવી હતી.

