કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સી. આર.પરીખ બ્લડ સેન્ટર કપડવંજ (ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કપડવંજ) ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરસિંહપુર ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છીક રક્તદાન થકી (૩૭) બોટલ એકત્રિત કરવામાં આવી. ડેરીના ચેરમેન મુકેશભાઈ કાંતિલાલ પંડ્યા, સેક્રેટરી રમેશભાઈ સોમાભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા
જયદીપસિંહ ફુલસિંહ ઝાલા તેમજ સી. ડી.વિભાગના હેતલબેન જોશીએ મહત્વનો ફાળો આપી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. તમામ રક્તદાતાઓને અમુલસંઘ તરફથી શુભેચ્છા ગીફ્ટ પણ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડૉ. મનુભાઈ ગઢવી, ટેકનિકલ ઓફિસર રાહુલ પરમાર, સીનીયર લેબ. ટેકનિશિયન મેઘા શાહ, બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગ પરમાર, વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી