Gujarat

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીએ જેતપુરમાં S.R.P અને પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ યોજાઈ

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે જેતપુર શહેરમાં  કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે S.R.P અને પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અત્યારથી જ પોલીસ વિભાગ પણ કમર કસી રહ્યું છે અને ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે S.R.P જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે
ચૂંટણી દરમિયાન કોઈપણ જગ્યાએ માહોલ ખરાબ ન થાય, શહેરમા શાંતિ સુલેહનો ભંગ ન થાય અને લોકોમાં એક પ્રકારે કાયદાનો ડર રહે તે માટે આજે જેતપુર શહેરમાં પોલીસ અને S.R.Pના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી.