Gujarat

શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો

શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો

જેમાં શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ માંથી ડો.દીપકભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંસ્થા અને સંસ્થાના કાર્યક્રમો વિશે ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને સાથો સાથ તેમણે સંસ્થા માટે જરૂરી મદદ ની ખાતરી આપી હતી. તાલિમાર્થી બહેનોને આશિર્વચન સાથે ભવિષ્યની જરૂરી સાવચેતી વિષયક વાત કરી હતી.અને સાથે સાથે લોકોમાં કેન્સરનું પ્રમાણ અને ખાસ કરી બહેનોને આ રોગના લક્ષણો અને તેનો નિદાન વિશેની માહિતી આપી હતી.આ નિમિત્તે આશીર્વાદ ટ્રસ્ટમાં થી પધારેલ શ્રી ગીતાબેન જોશી બહેનોના બ્રેસ્ટ કેન્સર વિશે સરસ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના જાણીતા કેળવણી કાર શ્રી વિનુભાઈ રાવળ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બહેનોને ઉત્તમ શિક્ષક ના લક્ષણો કહ્યા હતા.
કાર્યક્રમમાં અધ્યાપન મંદિરના પ્રમુખ, મંત્રી અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અધ્યાપન મંદિર ના આચાર્ય શ્રી બાબુભાઈ ચાવડાએ કર્યું હતું આ પ્રસંગે અધ્યાપન મંદિર ના શિક્ષક શ્રી ડો.રવિભાઈ મહેતા, સ્ટાફ ગણ બહેન શ્રી રેણુકા અરુણા બેન હાજર રહ્યા હતા અને અંતમાં આભાર વિધિ ભાવેશભાઈ કાકલોતર સાહેબે કરી હતી.

IMG-20240928-WA0044-1.jpg IMG-20240928-WA0043-0.jpg