Gujarat

સાંતલપુરના આંતરનેશ આંગણવાડી કાર્યકરો દ્વારા સ્તનપાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

સાંતલપુરના આંતરનેશ આંગણવાડી કાર્યકરો દ્વારા સ્તનપાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

સ્તનપાન જાગૃતિ માટે કાર્યકરો દ્વારા અવરનેશ કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામ ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં મહિલા સરપંચ મોરવાડિયા સંતોકબેન, મહિલા સભ્ય રાઉમાં હલીમાબેન ભિખુજી,શેખ સોનબાઈ ઇસ્માઇલ,શિક્ષિકા બહેન ખેર કૈલાશબેન,વ્યાસ આયુષીબેન,પટેલ મનવીબેન સહિત ગામની મહિલાઓ આંગણવાડી કેન્દ્રમાં ઉપસ્થિત રહી હતી.

આંગણવાડી કાર્યકર સાધુ પ્રવિણાબેન.જે, હેલ્પર નાઇ પ્રેમિલાબેન અને આશ્રય ફાઉન્ડેશન અને sbi પ્રોજેક્ટ નાઇ નિલેશભાઈ,ડોક્ટર આકાશ દેસાઈ, ફાર્મસિસ મલેક મહમદભાઈ,જલભાઇ દેસાઈ,મલેક અમિરખાન ગામનાં મહિલા સરપંચ, સ્કૂલના આચાર્ય તથા આંગણવાડી કાર્યકર બહેનો ગામની મહિલાઓ સાથે આંગણવાડી કેન્દ્રમાં “એક પેડ મા કે નામ ” અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.

આંતરનેશ આંગણવાડી કેન્દ્ર માં વિશ્વ સ્તનપાન દિન ની ઉજવણી અંતર્ગત મીટીંગ કરવામાં આવી હતી જેમાં સગર્ભા બેન ની ગોદ ભરાઇ થી સુપોષણ સંવાદ કાયૅક્રમ કરવામાં આવ્યો હતો. સ્તનપાન જાગૃતિ માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો અને ટી.એચ.આર માથી બનતી વાનગી નુ નિદૅશન કરવામાં આવ્યું હતું.

આંગણવાડીમાં વૃક્ષો વાવવાની પહેલ કરી છે ત્યારે સાંતલપુરના આંતરનેશ ખાતે અધિકારીઓ સહિત કાર્યકર બહેનો દ્વારા એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો હતો અને દરેક કાર્યકર બહેન અને તેડાગર બહેન એક વૃક્ષ વાવે તેવી આવેલ અધિકારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. અને ઉજવણી કરવામાં આવી હતી. અને દરેક કાર્યકર બહેનો દ્વારા એક એક વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું.જાગૃતિ અવેરનેશ કાર્યક્રમ અંતર્ગત આશરે 104 જેટલી બહેનોએ લાભ લીધો હતો.

આંતરનેશ ગામે સ્તનપાન ની ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન આશ્રય ફાઉન્ડેશન અને એસબીઆઈ ફાઉન્ડેશન સહયોગથી તેમની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી અને સાથે સાથે ગામના 104 જેટલા ગામનાં બહેનો ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અવેરનેસ કેમ્પ તરીકેનું નું ભવિષ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ પ્રવિણાબેન અને ડોક્ટર આકાશભાઈ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપીને બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતા. સ્તનપાન કરવું કેમ જરૂરી છે અને કયા કયા ફાયદા થાય છે.

સ્તનપાન કરવાથી બાળક નો વિકાસ કેવો થાય છે જન્મતાની સાથે સ્તનપાન કરવા થી બાળક માં પીડાસ પડતા દૂધના કેટલા પ્રકાર ના પ્રોટીન મિનરલ આયર્ન વગેરે તત્વો રહેલા હોય છે. અને ત્યારબાદ ઉપરી આહારમાં 6 મહિના પછી સુ આપવું 0 થી લઈને 6 મહિના શુદ્ધ માતાનું ધાવણ આપવું વગેરે થી બહેનો નાં માહિતગાર ડોક્ટર આકાશભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નિલેશભાઈ દ્વારા બહેનોને પ્રશ્નનો પૂછવામાં આવેલ કે મિટિંગમાં આવેલ બહેનોને જે કંઈ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે તે કેટલું ધ્યાને આવ્યુ છે એના માટે પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

IMG-20240814-WA0030-2.jpg IMG-20240814-WA0031-0.jpg IMG-20240814-WA0032-1.jpg