ચીખલી તાલુકાના ફડવેલ ગામે બની ઘટના નવસારીમાં મ્જીહ્લ ના જવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ બનાવ નવસારીના ચાખવી તાલુકાના ફડવેલ ગામમાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક જવાન CRPF ફોર્સમાં સિપાહી જનરલ તરીકે ફરજ બજાવતા હતા. છાતીમાં દુખાવો ઉપડતા ચિખલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ જવાન શ્રીનગર ખાતે ભારતીયCRPFફોર્સમાં ૧૧૭-બટાલિયનમાં સિપાહી જનરલ તરીકે ફરજ બજાવતો હતો. ૨૬ ઓક્ટોબરના રોજ આ જવાન મહારાષ્ટ્રના લાતુર આરટીસી ટ્રેનિંગ સેન્ટરમાંથી રજા લઈને વતન આવ્યો હતો. ગુરૂવારની વહેલી સવારે છાતીમાં દુખાવો અને ગભરાહટ થતા ચિખલીની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

