ઉના નાં ખાપટ ગામે એક ટેમ્પો ચાલકે ૫ ટુવિલ, ૧ બળદ ગાડું, બે બળદ,૧ ટેમ્પો, હડફેટે લીધા. ખાપટ ગામે સવાર સવાર માં અક્સ્માત સર્જાયો. ઉના તરફ થી આવતાં શાકબકાલું ભરેલાં એક છોટા હાથી ટેમ્પો ચાલકે ટુવિલ, ટેમ્પો, બાઇક, બળદ ગાડું, અને બળદ ને કાંટા ની વાડ માં ઘા કર્યા.
લગ્ન માં જતાં જનન્યા ની બાઈક નાં ખાપટ ગામનાં પાદર માં જ ભુક્કા બોલાવી દીધા. દુધ ભરેલા ટેમ્પા ને ટોકર મારી ત્યાં એક બાઇક ચાલક ને ઉડાવ્યો. પાદર માં જન્ન્યાં બાઇક મૂકી ચા પીવા ગયા. નજર ની સામે પોતાની બાઇક ને આં ટેમ્પો ચાલકે અડફેટે લેતાં બાઇક નાં ભુક્કા બોલાવી દીધા. આગળ પીર ની દરગાહ આગળ ખેડૂત પોતાનું બળદ ગાડું લઈને ખેતરે જતો હતો. પાછળ થી ટેમ્પો ચાલકે બળદ ગાડા ને હડફેટે લેતાં ખેડૂત, બળદ ગાડું, બે બળદ અને પોતાનો ટેમ્પો કાંટાની વાડ માં ઘુસાડી દીધા. ખેડુત ને 108 મારફતે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટેમ્પો ચાલક ને પોલીસ આવી પોલીસ સ્ટેશન પર લય જવામાં આવ્યો. ખેડુત ની દીકરીઓ એ આં ટેમ્પો ચાલક ને સજાની માંગ કરી.