Gujarat

ઉનાના કોબ ગામે રહેતી મહિલાનું મૃત્યુ થતા પી.એમ.જે.જે.બી.વાય. યોજના હેઠળ sbi બેંક દ્વારા રૂ.2 લાખ ચેક રકમનો ચેક અર્પણ કરાયો

ઉનાના કોબ ગામે રહેતા જાગૃતીબેન અનિલભાઈ પરમાર તેઓનું ઉના એસબીઆઇ એડીબી બ્રાન્ચમાં ખાતું ધરાવતા હતા. અને બેન્કમાં સરકારની યોજના પી એમ જે જે બી વાય હેઠળ વીમો લીધેલ હતો. જાગૃતીબેન અનિલભાઈ પરમારનું અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ પામ્યું હતું.
જેમાં તેમને સરકારી વીમા યોજના હેઠળ રૂ. 2 લાખની રકમનો ચેક તેમના પરિવારના વારસદારને આપવામાં આવ્યો હતો. જોકે મૃતકના પતિ અનિલભાઈ અરજણભાઇ પરમાર એ કોબ ગામ ના બી સી પ્રકાશભાઈ ચાવડા નો સંપર્ક કરતા પ્રકાશભાઈ ચાવડા એ કાગળો ની પ્રોસેસ કરી બેંક માં અરજી કરી હતી. જે બેંક દ્વારા કાર્યવાહી કરી મૃતકના વારસદારને બેંકમાં અધિકારી એ બે લાખ ની રકમનો ચેક અર્પણ કરેલ છે.