છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામના ઈરફાનભાઇ ઇબ્રાહીમભાઇ મલેકનું ઘર ધરાશાય થયું હતું. જેને લઈને સરકાર દ્વારા 1,20,000ની સહાય આપવામાં આવી છે. જેનો ચેક છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓની સાથે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

