Gujarat

કઠલાલ આંગણવાડી ઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

કઠલાલ આઇસીડીએસ અને આંગણવાડી  શાખા દ્વારા કઠલાલના કલેસર, શાહપુર ,સુરાવત, તાંતરિયા આંગણવાડી ઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો.જેમાં પોગ્રામ ઓફિસર મનિષા બારોટ,સીડીપીઓ અલકાબેન રાઠોડ ,મુખ્ય સેવિકા અને પીએસઇ ઇન્સ્ટ્રકટર અને વાલીઓની ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 
જેમાં બાળકોને છાપકામ,ચીટકકામ તેમજ કલરકામ જેવી અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવી કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓ સાથે સંવાદ કરીને તેઓને  પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે કરાવવામાં આવતી પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવ્યા.તેમજ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો અને વાલીઓ સાથે પ્રવુતિઓ કરે તે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.