પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસનો પ્રથમ કેસ સરસ્વતિ તાલુકાના મોટા નાયતા ગામે નોંધાયો હતો. જ્યા 7 વષીય બાળક સંક્રમિત થતાં તેને પ્રથમ ખાનગી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટિલેટર ઉપર રાખી તેની સારવાર હાથ ધરાવામા આવી છે.
જોકે, તેની તબિયત સુધારવાની જગ્યાએ બગડી રહી હતી ત્યારે આજે સવારે બાળકનું મોત થયું છે. ચાંદીપુરા વાઈરસથી સંક્રમિત થયેલા મોટા નાયતા ગામનાં 7 વર્ષેના બાળકને શનિવારે તાવ અને ઉલટીની બીમારી થયા બાદ રવિવારે તેને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.
છેલ્લા 6 દિવસથી ડોક્ટરો તેને સારવાર આપી રહ્યા છે. પરંતુ તેની તબિયત સુધારો થવાના બદલે નાજુક થઈ રહી હતી. વેન્ટિલેટર પર રાખી તેને સારવાર અપાઈ હતી, પરંતુ 24 કલાકથી યુરીન થતું નથી એટલે તેને કીડની ખરાબ થઈ હોવાનું જણાયું હતું.
લીવર પણ ખરાબ થયું હોવાનું જણાયું છે. તેમજ મોઢા અને નાકમાંથી બિલ્ડીંગ થઈ રહ્યું છે. ડોક્ટરો દ્વારા તેને બ્લડ અપાયું હતું પરંતુ કંટ્રોલ થતું નથી. આ ઉપરાંત બી.પી સહિતની દવાઓ આપવામાં આવી હતી પરંતુ કોઈ સુધારો ના આવતા આજે સવારે 7.45 કલાકે બાળકનું મોત થયું હોવાનું ધારપુર સિવિલના આર.એમ.ઓ રમેશ પટેલે જણાવ્યું હતું.