Gujarat

માંગરોળ મુરલીધર વાડી ખાતે શાસ્ત્રીય ગાયન-વાદન સંગીત સમારોહ “સ્વરાનુભૂતિ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

 માંગરોળ શ્રી મુરલીધર વાડી ખાતે  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના ઉપક્રમે શાસ્ત્રીય ગાયન-વાદન સંગીત સમારોહ “સ્વરાનુભૂતિ” નું સુંદર આયોજન થયું, કાર્યક્રમમાં ગુજરાતના નામાંકીત કલાકારો શ્રી વિપુલ ત્રિવેદી શાસ્ત્રીય ગાયન, ભગવતી પ્રસાદ ગમારા, ધૃપદ ગાયન, અર્પિત માંડવીયા, સારંગી વાદન, જય ભટ્ટ, ગાયન સંગત સાથે માનસ વોરા તબલા સંગત સાથે, વિશાલ વાઘેલા હાર્મોનિયમ સંગત, રષેશ શાહ પખવાજ સંગત અને દર્પિત દવે અને ધ્વનિત ત્રિવેદી તાનપુરા સંગત માં સાથ આપી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
 કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ શ્રી સુનિલ કાચાના વિદ્યાર્થીઓ અભય ગરેજા, કેવલ ગોહેલ, રોનક ભસ્તાના, જેનીલ ગોહેલ, માહિર કપૂર, પ્રિયાંશુ કાચા દ્વારા તાલવાદ્ય કચેરીની અવિસ્મરણીય પ્રસ્તુતિ કરવામાં આવી. તેમજ  કાર્યક્રમની શરૂઆત કોમલબેન સાલસીયા, માધવ તન્ના, કોમલ કરગઠીયા, આરાઘ્યા વિઠ્ઠલાણી અને જયદીપ બારીયા, દ્વારા સમૂહ પ્રાર્થના ની પ્રસ્તુતિ  કરવામાં આવી, કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી રમેશભાઈ જોષી દ્વારા તલસ્પર્શી માહિતી સાથે કરવામાં આવ્યું.
સમારોહ નું દીપ પ્રાગટય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા અને નગર શ્રેષ્ઠી શ્રી મેરામણભાઈ યાદવ  ના હાથે કરવામાં આવ્યું  સમારોહમાં અતિથિવિશેષ તરીકે શ્રી માનસીંગભાઈ ડોડીયા, વેલજીભાઈ મસાણી, વિશ્વ હિન્દુપરિષદ આગેવાન વિનુભાઈ મેસવાણીયા. ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, આઈ.જી.  પુરોહિત, મિહિરભાઈ વ્યાસ, ડો.રાજેશ સાંગાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સર્વે સંગીત રસીકોએ શાસ્ત્રીય સંગીતની આહલાદકતા નો હૃદય સ્પર્શી અનુભવ કર્યો ,સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલય તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરી માંગરોળ ની કલા પ્રેમી જનતા ને આત્મવિભોર કરી આપ્યા..