સાવરકુંડલા તાલુકાના બાઢડાની શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમરેલી તથા બગોયા ગીણિયા જૂથ ગ્રામપંચાયત અને બગોયા પ્રાથમિક શાળાના સહયોગથી સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે આવેલ શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની એન. એસ. એસ શિબિર તારીખ ૧૮-૧૨ થી ૨૫-૧૨ સુધી યોજાયેલ છે એ સંદર્ભે ગતરોજ તારીખ ૨૧-૧૨ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.
આ સેમિનારમાં ગ્રાહક જાગૃતિ સંદર્ભે વિવિધ મુદ્દાઓની સવિસ્તર બાબતો અંગે ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વિશદ છણાવટ સાથે સમજ આપવામાં આવેલ સેમિનારનો પ્રારંભ પ્રાર્થના સ્તુતિ સાથે કરવામાં આવેલ ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની દ્વારા પર્યાવરણ સંદર્ભે વક્તવ્ય આપવામાં આવેલ. ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, ડો. રવિભાઈ મહેતા, વિક્રમભાઈ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા કાયદો સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી માહિતી આપવામાં આવેલ.
અંતમાં આભાર દર્શન શાળાના કર્મચારીગણ પૈકી હિરેનભાઈ ભડકોલિયા દ્વારા કરવામાં આવેલ. સમગ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી દમયંતીબેન ગોહિલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શિબિરાર્થી દ્વારા ભારે શિસ્ત અને શાંતિ જાળવવામાં આવી હતી.
એકંદરે ગ્રાહક જાગૃતિ સેમિનાર ખૂબ સફળ રહ્યો હતો અને ઉપસ્થિત તમામે પોતાના રોજબરોજના વહેવારમાં ખરીદી કરતી વખતે ગ્રાહક સુરક્ષા સંદર્ભે આપવામાં આવેલ કાયદાને લક્ષમાં રાખીને ખરીદી કરવા સંકલ્પ કર્યો હતો
બિપીન પાંધી સાવરકુંડલા