Gujarat

વિસાવદરમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું.

વિસાવદરમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું.

વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૮૭ વિસાવદર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કાર્યકર્તા સંમેલન યોજાયું.
સંમેલનમાં ઉપસ્થિત મહાનુભવો તથા રાજ્યસભા સાંસદ અને આપ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.સંદિપ પાઠક એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આગામી વિધાનસભા સીટ કઈ રીતે હાંસલ કરવી તે અંગે વ્યુહાત્મક અને રણનીતિથી પાર્ટી ચૂંટણી લડશે જે અંગેનું માર્ગદર્શન આપેલ. સાથો સાથ પાર્ટીને વફાદાર રહી તમામ કાર્યકર્તાઓએ ખભે ખભા મિલાવી જન જન સુધી પહોંચી પાર્ટીના સિદ્ધાંતો અને કાર્યો કરવાની પદ્ધતિથી લોકોને વાકેફ કરવા અનુરોધ કરેલ. આ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ આપ પાર્ટી લોકહિત માટે ભવિષ્યનું એક આશાસ્પદ કિરણ છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વિજળી, ભ્રષ્ટાચાર જેવી અનેકવિધ પ્રાથમિક સમસ્યાઓ માટે લોકોના સહયોગ સાથે લડત કરવી એ પાર્ટીની નેમ છે. આમ આદમી પાર્ટી હંમેશા નાના માણસોના અન્યાય સામે લડત કરનારી પાર્ટી છે.
આજના સંમેલનમાં અન્ય પક્ષોને અલવિદા કરી મહાનુભવોના વરદ હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી વિસાવદર તથા ગ્રામ્ય યુવાનો પણ પાર્ટી સાથે જોડાયેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો ગોપાલભાઈ ઇટાલીયા, મનોજભાઈ સોરઠીયા, હેમંતભાઈ ખવા (ધારાસભ્ય જામજોધપુર), ઉમેશભાઈ મકવાણા (ધારાસભ્ય બોટાદ) , રાજુભાઈ સોલંકી, કરસનબાપુ ભાદરકા, અજીતભાઈ લોખીલ, રાજુભાઈ બોરખતરીયા (આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ), હિતેશ વઘાસિયા (લોકસભા ઇન્ચાર્જ), મહેન્દ્ર ડોબરીયા (વિસાવદર તા.પ્રમુખ), કિશોરભાઈ સાવલિયા, નિર્મલભાઇ ચાવડા, કૈલાશભાઈ સાવલિયા, રતિલાલ માંગરોળીયા હરેશભાઈ સાવલિયા, પરસોતમ વસાણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સંગઠનના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેલ.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240216-WA0034-2.jpg IMG-20240216-WA0032-0.jpg IMG-20240216-WA0033-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *