Gujarat

જે દેશ આતંકવાદનો સપ્લાયર છે તે આજે લોટ મેળવવા માટે તડપી રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના દમોહમાં ચૂંટણી પ્રચાર કરતા સમયે પાડોશી દેશ પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, જ્યારે વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે દેશમાં મજબૂત સરકાર હોવી જરૂરી છે. આ ચૂંટણી ભારતને મહાસત્તા બનાવવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી ભારતના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટેની ચૂંટણી છે.

આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ ચૂંટણી છે. આજે વિશ્વમાં ચારેતરફ ભારતની પ્રશંસા થઈ રહી છે. આજે દેશમાં ભાજપની સરકાર છે, જે ન તો કોઈના તાબે છે અને ન તો કોઈની સામે નમે છે, જે દેશ આતંકવાદનો સપ્લાયર છે તે આજે લોટ મેળવવા માટે તડપી રહ્યું છે.

તેમણે કહ્યું કે હાલમાં વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું છે. વિશ્વમાં યુદ્ધના વાદળો છવાયા છે. સર્વત્ર અશાંતિ છે. આવી સ્થિતિમાં આપણું ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે મોદીની ગેરંટી પરિવાર લક્ષી અને ભ્રષ્ટ નેતાઓને અશાંત બનાવી રહી છે. તેઓ કહે છે કે ત્રીજી વખત ભાજપની સરકાર બનશે તો આગ લાગશે. ઈન્ડિયા ગઠબંધનના લોકો દરરોજ મોદીને ધમકીઓ આપી રહ્યા છે.

પરંતુ મોદી તેમની ધમકીઓથી ન તો પહેલા ડર્યા છે અને ન તો ક્યારેય ડરશે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન અમારી આસ્થાનું અપમાન કરવામાં વ્યસ્ત છે, અમારો સિદ્ધાંત પહેલા દેશને કાજે છે. ભારતને સસ્તું ઈંધણ મળવું જોઈએ, તેથી અમે રાષ્ટ્રીય હિતમાં ર્નિણય લીધો. ભારતીય ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં સસ્તુ ખાતર મળી રહે તે માટે અમે રાષ્ટ્રીય હિતમાં ર્નિણય લીધો છે. અમે કરોડો પરિવારોને વિનામૂલ્યે અનાજની સુવિધા આપી છે. નિઃશુલ્ક કોરોના રસી આપવામાં આવે છે.

આજે એક એવી સરકાર છે જે ના તો કોઈની સામે નમે છે અને ના તો કોઈથી ડરે છે. તેમણે કહ્યું કે આપણા માટે રાષ્ટ્ર પ્રથમ આવે છે પછી બીજુ બધુ. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, હું આ દેશને ઈન્ડિયા ગઠબંધનનું સત્ય જણાવવા માંગુ છું. તેણે દેશના સંરક્ષણને પાછળ રાખ્યું. વાયુસેના નબળી રહે તે સુનિશ્ચિત કરવા કોંગ્રેસે તેની તમામ તાકાતનો ઉપયોગ કર્યો. રાફેલ દેશમાં ઘૂસી ન જાય તે માટે તેણે પોતાની તમામ તાકાત લગાવી દીધી. અહીં શસ્ત્રો ના બનાવવા જોઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વખતે દેશમાંથી ૨૧ હજાર કરોડ રૂપિયાની નિકાસ થઈ છે. હવે અમે બ્રહ્મોસ મિસાઈલ પણ આપી રહ્યા છીએ.