Gujarat

ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

               ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ દ્વારા RHYTHM 2K24 સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જે.એમ.પટેલ તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. દિપક દેવરેનાં માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કો-ઓર્ડિનેટર ડો. દિપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
             કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.  આ તકે સ્પોર્ટ્સ વિજેતાઓને તથા એકેડેમિક્સ એચિવસૅને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં‌ આવ્યાં હતાં. આ ઇવેન્ટ બાદ યોજાયેલ ડી.જે. તેમજ ગરબાની રમઝટ પણ સફળ રહેવા પામી હતી.