Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે સબ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટે પૂર્વસરપંચ, ગ્રામજનો અને આસપાસ ના ગામોના ખેડુતોની માંગ ઉઠી.

સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે સબ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટે પૂર્વસરપંચ, ગ્રામજનો અને આસપાસ ના ગામોના ખેડુતોની માંગ ઉઠી.

સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે સબ માર્કેટયાર્ડ શરૂ કરવા માટે પૂર્વ સરપંચ, ગ્રામજનો તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અને આસપાસ ના ખેડુતોની માંગ ઉઠવા પામીછે વીજપડી ગામે સબયાર્ડ શરૂ કરવા વર્ષોથી વીજપડી ગામના પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યા પ્રયત્નશીલ છે
વીજપડી ગામના પૂર્વ સરપંચ અને એડવોકેટ યાકુબભાઈ રસભર્યાએ જણાવેલ કે વીજપડી ગામે જીનીંગ પ્રેસથી ઓળખાતી મહુવા રોડ ઉપર આવેલી અંદાજીત ચાર વીઘા જમીન 2010માં ખાલસા થતાં સરકાર નોંધ પડેલ કરજદારે લેખીતમાં સહિ કરીને કબ્જો પણ સોંપી આપેલ આ સરકારી જગ્યા ઉપર સબ માર્કેટયાર્ડ બનેતે માટે ઘણા લાંબા સમયથી પ્રયત્નશીલછે વીજપડી ગામના પ્રથમ મહિલા સરપંચ આસુબને ખોખર 538 મતોથી વિજયી થયાં તે ચુંટણીપૂર્વે સાવરકુંડલા માર્કેટયાર્ડનાં સતાધિશોએ નિવેદનો આપેલ કે વીજપડીમાં સબમાર્કેટયાર્ડ બની નેજ રહેશે પરંતુ ઘણા વર્ષોથી થયાં છતાં પણ હજુ વીજપડી આસપાસના 30 ગામોના લોકો, ખેડુતોને સાવરકુંડલા, મહુવા, રાજુલા માર્કેટીંગ યાર્ડમાં જવુ પડેછે.

રીપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી સાવરકુંડલા