ગઢડા તાલુકાના ઉગામેડી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે.
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) દ્વારા રાજ્યના બાળકોમાં પડેલ વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા માટે પ્રતિવર્ષ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન કરવામાં આવે છે,તેના ભાગરૂપે બોટાદ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જિલ્લા કક્ષાનું બાળ પ્રદર્શન 9 થી 11 ડિસેમ્બરના રોજ ગઢડા તાલુકાના ઉગામેડી ધર્મનંદન અમૃત સરોવર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-બોટાદ, જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદનાં સંયુક્ત ઉપક્રમે 9 મી ડિસેમ્બરે બપોરે 3.30 કલાકે ખુલ્લો મૂકવામાં આવનાર છે.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગઢડા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદજી ટૂંડિયા, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, કલેક્ટરશ્રી બોટાદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બોટાદ તેમજ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરશે.આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રાથમિક શાળાથી લઈ ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો ” ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી ” વિષય પર પોતાની વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરશે.આ ઉપરાંત 9મી ડિસેમ્બરે રાત્રે 7.30 કલાકે આકાશદર્શન અને સાયન્ટિફિક ફિલ્મ શૉ અને 10 મી ડિસેમ્બરે રાત્રે 7.30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-બોટાદ, જિલ્લા શિક્ષણ સમિતિ બોટાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ જહેમત ઉઠાવી રહયા છે.
રિપોર્ટર: ભાવેશ પરમાર (બોટાદ)


