Gujarat

જામનગરના રણજીતસાગર રોડ પર સરકારી જમીન પર ખડકી દેવાયેલું ઢોસા હાઉસ અને નર્સરી દૂર કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા રણજીતસાગર રોડ પર આવેલી મહાનગરપાલિકાની 7000 ફૂટ જેટલી જગ્યામાં દબાણ કરીને એક રેસ્ટોરન્ટ તેમજ નર્સરી ખડકી દેવામાં આવી હતી જેના પર આજે મનપા નું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

તેમજ રણજીતસાગર રોડ પર આવેલી જામનગર મહાનગરપાલિકાની જગ્યામાં એક આસામી દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને 7000 ફૂટ જેટલી જગ્યામાં ઢોસા હાઉસ નામનું રેસ્ટોરન્ટ ખડકી દેવામાં આવ્યું હતું અને સાથે નર્સરી પણ ઊભી કરવામાં આવી હતી જે અંગે મહાનગરપાલિકાએ આસામીને નોટિસ ફટકાવેલ હતી

જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું પરંતુ ગેરકાયદેસર કબજો ખાલી ન કર્યો હોવાથી આજે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા સહિત એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત સહિતની એસટી વિભાગની ટુકડી સાથે પહોંચી અને ઢોસા હાઉસ નામનું રેસ્ટોરેન્ટ નું ડેમોશન કરવામાં આવ્યું હતું અને સાથે નર્સરી સહિતની જગ્યા ખુલી કરવા માં આવી હતી.