ગીર સોમનાથમાં ઇકો ઝોનનો વિરોધ વધુ એક વખત જોવા મળી રહ્યો છે. ગીરગઢડા ખાતે ખેડૂત સસ્મેલન યોજાયું હતું. જેમાં ગોપાલ ઇટાલિયા, યુવરાજ સિંહ જાડેજા, પ્રવીણ રામ અને કરશન બાપુએ સભા ગજવી હતી. અને ગીર વિસ્તારમાં એક પછી એક ઇકો ઝોનના વિરોધમાં કાર્યક્રમો યોજાય રહ્યા છે.

ત્યારે આજે ગીર ગઢડામાં કોળી સમાજની વંડી ખાતે ખેડૂત સમેલં યોજાયું હતું. જેમાં જોરદાર રીતે ઇકો ઝોનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કરશન દાસ બાપુ દ્વારા જોરદાર ભાષણ કરી ઇકો ઝોન સામે લડી લેવા આવાહન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને એક થવા કરશન બાપુ દ્વારા હાકલ કરવામાં આવી છે. એટલું જ નહિ કોઈ પણ કાળે ઇકો ઝોન લાગુ ન થવા દેવા અને લડાય ગમે તેટલી લાંબી ચાલે લડી લેવાનું એલાન કરવામાં આવ્યું હતું.

ગીરગઢડા ખાતે કિસાન સઘ દ્વારા ખેડૂત સમેલનમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને યુવરાજ સિંહ જાડેજા પણ પહોચ્યા હતા. અને તમામ નેતાઓ દ્વારા ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ ધારે તો ઇકો ઝોન પાછો જાય ભાજપ એવું નહિ કરે ખેડૂતો માટે આં કાયદો મુશ્કેલ ભર્યો છે. અને અમે આંદોલન કરી આ કાયદાને પાછો ધકેલિશું. આ ખેડૂત સંમેલનમાં 700 થી વધુ ખેડૂતો એકઠા થયા હતા.

