શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ ખાતે નેશનલ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
*વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ કરવો તે સંસ્થાનું કર્તવ્ય છે – વસંતભાઇ ગજેરા*
*રમતગમતથી બાળકોમાં સ્કિલ ડેવલપ થાય છે તેઓમાં ટીમ વર્ક સાહસના ગુણોનો વિકાસ થાય છે.*
અમરેલી SGFI શાળાકીય રમત-ગમત સ્પર્ધાઓમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના સ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓ મકવાણા હાર્દિક સિલ્વર મેડલ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ, ધાંધેલા વિધિ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ, નંદવાણા રવિરાજ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ, રાદડિયા પલ જુડો સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ઓલ ઇન્ડિયા 7 રેંક મેળવી જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી સંસ્થા અને અમરેલી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે તે બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા નો ખાસ ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી,મંત્રી ચતુરભાઈ ખૂટ. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, સુરત થી ગોકુલભાઈ વઘાસીયા, એમ.કે.સાવલિયા. ગોરધનભાઈ માંડલિયા, અરજણભાઈ કોરાટ, ભરતભાઈ ધડુક, દિનેશભાઈ કાપડિયા ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ કોચસ, ટ્રેનરો અને ખેલાડીઓને અભિનંદન પાઠવેલ હતા આગામી ખેલ મહાકુંભ સ્પર્ધાને ધ્યાનમાં રાખી ભવ્ય સ્પોર્ટ-ડે નું આગામી દિવસોમાં આયોજન કરવા અને વધુમાં વધુ વિદ્યાર્થી રમત-ગમતમાં આગળ વધે તેવું પ્લેટફોર્મ પૂરું પાડવા સંસ્થા કટિબદ્ધ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

